Friday, 6 January 2017

બ્રહ્મભટ્ટ-બારોટ "મા સરસ્વતીના પુત્રો"

બ્રહ્મભટ્ટ-બારોટ "મા સરસ્વતીના પુત્રો"

બ્રહ્મભટ્ટ-બારોટ ભારતીય જ્ઞાતિ છે.
બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશ્વમાં ફેલાયેલી છે.  

બારોટ હિન્દૂ પૌરાણિક વાર્તા મુજબ બ્રહ્મા એ તેના કપાળ માથી ઉત્પન કરેલી જ્ઞાતિ છે. બારોટ એ દેવ છે.બારોટ એ બિરુદ છે,,

બારોટ નો બોલ શબ્દવેધી હોય છે. બારોટ

(1)શકિત ઉપાસક છે.
(2)સત્ય, 
(3)શબ્દ, 
(4)સુર, 
(5)સ્નેહ,
(6) સાધના,
(7)શીલ,
(8) સદાચાર, 
(9)રાષ્ટ્ર અને વિશ્વ ની સંસ્કૃતિ ને જાળવનાર, 
(10)સત્યવક્તા અને 
(11)સુયશ નો
(12) ગાયક

આ બાર વિધા જેનામા હોય એ બારોટ.

મહાભારત અને રામાયણ ના સમય પહેલા થી હોવાના પુરાવા છે. વાસ્તવમાં બારોટ શબ્દ એ બ્રહ્મભટ્ટ અને વહિવંચા, બંને માટે વપરાય છે.
જુદી જુદી માન્યતા અને લોકવાયકા મુજબ દરેક વ્યક્તિ ને ૨ હોઠ હોય છે, પરંતુ જ્ઞાતી ના લોકો બોલવા માં સૌથી ચતુર  છે માટે ૧૨ (ઓષ્ટ . સંસ્કૃત શબ્દ) ૧૨ હોઠ છે. 
જે શબ્દ બારોષ્ટ માંથી બારોટ થયો તેમજ, જ્ઞાતિના લોકો ની પ્રખ્યાત બાર હઠો પરથી ‘બારહઠ’, ‘બારઠ’, ‘બારટ’, અને ”બારોટ” એમ ક્રમશ: અપભ્રંશ થયેલ કે વ્યુત્પત્ત.

આ બાર હઠ
પ્રથમ હઠ પદ ચઢણ,
યુગલ અમલ બનાવ
તૃતીયો સભામાં બેસણો
ચતુર્થ રાજરી કાવ્ય
પંચ પરાગત [શ્રેષ્ઠ] પ્રેરણા,
ષષ્ઠ નર કીરત લહંત [લંણું-લેનાર]
સપ્ત પ્રાત: દાન દેયણો
અષ્ઠ રાજદાન લહંત
નવ શક્તિ સ્મરણ કરે
દસ ત્રાગું દીખ સાર
એકાદશ હરી પ્રેરણા
વકતૃત્વ હઠ બાર

બારોટ બિરુદ.-

મહાકવિ ચંદ બારોટ

કવિ ગંગ બારોટ

ભક્ત કવિ સુરદાસજી

પ્રીતમદાસ

આ જ્ઞાતી મા સરસ્વતીના પુત્રો તરીકે ઓળખાય છે, માટે દેવિપુત આ જ્ઞાતી સમાજ ના સંસ્કાર સંસ્કૃતી, રીત – રીવાજો, ઇતીહાસ જાળવનારી, છે… 

રાજાઓ ના સમય માં બહુ જ માન મેળવનારી તેમજ મોટાભાગના રાજાઓ સાથે મંત્રી તેમજ પ્રધાન તરીકે પદો સંભાળનાર, કોર્ટમાં ન્યાયધીશ, સાચું બોલનાર, ઉપરાંત રાજકવિ તરીકે ની આગવી ઓળખ છે.
બારોટ અે ગ્નનાતિ cast નથી બારોટ એ તત્વ છે.
જે તે ગામોમાં સંકટ સમયે લડનાર, બલીદાન આપેલા છે. અને બારોટની પ્રતીમા અને ખાંભીઓ છે. 
આમ બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતી  સંસ્કારી અને બહાદુર છે.

વ્યાસપિઠ ઊપર બેસવાનો એકમાત્ર અધિકાર બ્રહ્મભટ્ટ-બારોટ અને બ્રાહમણ નો છે,

પુર્વે રોમ હર્ષણ નામના બારોટ એના દીકરા સુત પુરાણી બારોટ એમણે 88000 ઋષીમુની ઓને તીર્થરાજ પ્રયાગ અને બદરીકાશ્રમ, હરિદ્વાર મા કથા સંભળાવી હતી, બૃહમાજી એ એમને ભાગવત આપ્યુ હતું .

બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં ઘણી અટકો જેમ કે. રાણા, રાવ , પ્રબતાણી, સોડાણી, ઇન્દ્રાણી, હરમાણી, બ૨દાઈ, રણા , દેવલુક, ઇમાનદાર, બ્રહ્મભટ્ટ, બારોટ, મલુકા,  રાવજી,  મા મુખ્ય રેણુકા,  વગેરે...

https://www.facebook.com/Welcome-Brahmbhatt-1469676910023004/

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.