રાજા બિરબલ
અકબરકાળમાં મોગલ શાસનના વઝીર-એ-આઝમ હતા. તેઓ અકબરના નવરત્નો પૈકીના એક તથા સૌથી વિશ્વાસૂ વ્યક્તિ હતા.
તેઓ મુખ્યત્વે તેઓ રાજકીય પ્રશ્નો તથા લશ્કરની જવાબદારી સંભાળતા.
બિરબલ તેમની કુશાગ્ર બુદ્ધિમતા અને વ્યવહારકુશળતા માટે ખુબ જાણીતા છે.
અકબર-બિરબલની લોકવાર્તાઓ ખુબ જ પ્રસિદ્ધિ પામી છે.
ઈ. સ. ૧૫૨૮માં હાલના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા સિંન્ધ જિલ્લાના ઘોઘરા ગામમાં બ્રહ્મણ ( મધ્ય પ્રદેશમા બ્રહ્મભટ્ટ ભટ્ટ બ્રાહ્મણ લખાવે છે ) પરીવાર જન્મેલા બિરબલનું મુળ નામ મહેશદાસ ( શિવના સેવક ) કે મહેશ ભટ્ટ હતું.
બિરબલની લેખન અને કવિતાની પ્રસિદ્ધિએ તેમને શહેનશાહ અકબરના દરબારમાં મહત્વનું સ્થાન અપાવ્યું અને અકબર તરફથી તેમને બિરબલ નામ તથા રાજા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું.
રાજા બિરબલનું મૃત્યુ મલંદરિની લડાઇમાં થયું. તેમના મૃત્યુના સમાચારે અકબરને શોકમગ્ન કરી દિધા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.